સુરતના કામરેજમાં હોટલ ચલાવતા 23 વર્ષીય શુભમ રામાણીએ ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આપઘાત પહેલા યુવકે અંતિમ વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેના હોટેલના પૂર્વ ભાગીદાર જાગો અને ભાર્ગવ ત્રાસ આપતા હોવાના આક્ષેપો કર્યા હતા.
વીડિયોમાં યુવકે જણાવ્યું હતું કે, ભાગીદારો પર ભરોસો કર્યો હતો. જે બાદમાં છુટ્ટા પડી ગયા છતાં તે બ્લેકમેલ, ટોર્ચર કરતા હતા જે બાદ મારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું. ત્યારે યુવકના આપઘાતથી હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. ત્યારે પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે. તો આ ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે પરિવારજનો, મિત્રોના અને હોટેલ મેનેજરના નિવેદનો લીધા છે અને ફરિયાદના આધારે જાગો અને ભાર્ગવ નામના બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application