Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવતીએ યુવક સાથે વોટ્સઅપના માધ્યમથી મિત્રતા કેળવી : બંને વચ્ચે પહેલા વાતચીત શરૂ થઈ અને પછી

  • December 12, 2021 

વાપીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક યુવતીએ યુવકને પોતાને ઘરે બોલાવી તેની સાથે શરીર સુખ માણ્યું હતું. બંને શરીર સુખ માણતા હોય તેનો વીડિયો ઉતારીને યુવતીએ યુવકને બ્લેકમેઈલ કરતાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનેલી આ ઘટનામાં એક યુવતીએ યુવક સાથે વોટ્સઅપના માધ્યમથી મિત્રતા કેળવી હતી. બંને વચ્ચે પહેલા વાતચીત શરૂ થઈ હતી ને પછી મળવાનું નક્કી કરાયું હતું.


યુવતીએ યુવકને શરીર સુખ માણવા માટે પોતાના ફ્લેટ પર બોલાવ્યો હતો. યુવતીના નિમંત્રણથી ફ્લેટ પર ગયેલા યુવકે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને શરીર સુખ માણ્યું હતું. યુવતીએ યુવક સાથે ફ્લેટમાં માણેલી અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. એ પછી યુવતીએ બ્લેકમેઈલિંગ કરીને પોતે ઉતારેલી ક્લિપના બદલામાં રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. યુવક સેક્સ ક્લિપના બદલામાં રૂપિયા ન આપે તો પરિવારને વીડિયો બતાવવાની યુવતીએ ધમકી આપી હતી. યુવતીના સાગરિતે પણ યુવકને બદનામ કરવાની ધમકી આપી હતી. યુવતી દ્વારા સતત અપાતી ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળીને યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં એક મહિલા અને એક પુરુષ સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application