સહારા દરવાજા સૂર્યનગર સોસાયટીની બાજુમાં શ્રમજીવી સોસાયટીમાં રાત્રે ફુલ સ્પીડમાં મોપેટ ચલાવવા મુદ્દે ઠપકો આપવા ગયેલા બેન્ક કન્સલન્ટન યુવકના હાથના ભાગે મોપેટ ચાલકે તલવાર મારી ગંભીર ઇજા પહોચાડી હતી.
પુણા પોલીસના જણાવ્યા મુજબ સહારા દરવાજા શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને બેન્ક સન્સલન્ટનું કામ કરતા કલ્પેશ દલસુખભાઈ પટેલ(ઉ.વ.૩૭)અને તેના ભાઈના સાળો મયુર કાપડીયા ગઈકાલે રાત્રે બાર વાગ્યે તેના ઘરના ઓટલા હતા અને તેની ૧૪ વર્ષની છોકરી અને ભાઈનો ૧૦ વર્ષનો છોકરો ફુલરેકેટ રમતા હતા તે વખતે નજીકમાં સોનીયાનગર ખાતે રહેતો સન્ની પ્રકાશ પેડમકર ત્યાંથી ફુલસ્પીડમાં મોપેટ લઈને ગયો હતો જેથી કલ્પેશે તેને કહેવા જતા બોલાચાલી થઈ હતી ત્યારબાદ કલ્પેશ ઘરે જતો હતો ત્યારે તેના ઘરના દરવાજા પાસે જ સન્નીઍ તલવાર કાઢી હુમલો કરતા કલ્પેશને હાથના કાંડાના ભાગે વાગતા ગંભીર ઇજા પહોચી હતી. પોલીસે કલ્પેશની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application