Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમાજ અલગ હોવાનું કારણ આપી યુવકે લગ્નનો ઈન્કાર કરતા પીડિતાએ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના દ્વાર ખખડાવતા ન્યાય મળ્યો

  • April 13, 2023 

હાલ યુવતીએ પુત્રને જન્મ આપ્યો, બંને પક્ષોએ શાંતિથી સંસારમાં ડગ માંડતા પી.બી.એસ.સી.નો આભાર માન્યો વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીના ઈન્સ્ટાગ્રામ પર બે વર્ષ પહેલા પારડી તાલુકાના એક ગામમાં રહેતા અને વાપી જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરતા ૩૩ વર્ષીય યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે યુવતીએ સ્વીકારતા બંને વચ્ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મુલાકાતોના દૌર શરૂ થતા હરવા ફરવા લાગ્યા હતા. આ દરમિયાન યુવકે હું તારી સાથે જ લગ્ન કરીશ એમ કહી જન્મોજન્માંતરના સંબંધના વચનો આપ્યા હતા. બાદમાં લગ્નની લાલચ આપી તેણીને વાપી અને દમણની હોટલોમાં અનેકવાર લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેને પગલે યુવતીને ગર્ભ રહી ગયો હતો.






યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવકે કહ્યું કે, તારો અને મારો સમાજ અલગ હોવાથી મારા પરિવારજનો તારી સાથે લગ્ન કરવા માટે ના પાડે છે જેથી હું તને અપનાવી શકુ તેમ નથી કહી લગ્ન કરવા ના પાડી યુવતીને તરછોડી દીધી હતી. જેથી ભોગ બનનાર પીડિતાએ વલસાડ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં યુવક વિરૂધ્ધ અરજી આપી હતી. જેથી પીબીએસસીની ટીમે સામાપક્ષને સેન્ટર પર બોલાવી તેમની ત્રણ વાર જૂથ મીટિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સામાપક્ષને કાઉન્સિલિંગ કરી સમજાવવામાં આવ્યા હતા. આખરે યુવક અને તેના પરિવારજનો યુવતીને લઈ જવા તૈયાર થતા બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવતીએ દીકરાને જન્મ આપ્યો હતો. હાલમાં બંને પક્ષો શાંતિથી રહે છે. આમ, બંને પીડિતાનું જીવન બચાવવામાં આવ્યું તે બદલ બંને પક્ષકારોએ પી.બી.એસ.સી સેન્ટરનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application