વાલોડ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નના વાયદા આપી બારડોલીના યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ વાલોડ પોલીસ મથકે નોંધાઈ છે, પોલીસે આરોપી યુવક સહીત તેની માતા-બહેન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર બારડોલીના ભટલાવગામ હળપતિ વાસમાં રહેતો ૨૩ વર્ષીય આરોપી યુવક પ્રિતેશભાઇ પુનાભાઇ રાઠોડ નાએ વાલોડ ટાઉનમાં રહેતી અને ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી એક ૨૩ વર્ષીય યુવતી સાથે લગ્ન કરવાનુ કહી યુવતીની મરજી વિરૂધ્ધ બળજબરીથી અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલ હતો, જોકે યુવતીને બે માસનો ગર્ભ રહી જતા જે ગર્ભપાત કરવા સારૂ આરોપી યુવકએ ફરિયાદી યુવતીને તેણી મરજી વિરૂધ્ધ દવા પિવા મજબુર કરી મરજી વિરૂધ્ધ ગર્ભપાત કરાવ્યું હતું.
જોકે ત્યારબાદ પણ યુવતી સાથે કાયદેસર લગ્ન કરવાની નાપાડી તરછોડી દીધેલ હોય તેમજ આરોપી પ્રિતેશની મમ્મી સુરેખાબેન પુનાભાઇરાઠોડ તથા પ્રિતેશની બેન પ્રિયંકાબેન પુનાભાઇ રાઠોડ નાઓએ ફરીયાદી યુવતીને તું અમને ગમતી નથી.તારા લગ્ન પ્રિતેશ સાથે કરાવવાના નથી. તેવુ કહી યુવતી ને નાલાયકગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે યુવતીએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે (૧) પ્રિતેશભાઇ પુનાભાઇ રાઠોડ (૨) સુરેખાબેન પુનાભાઇ રાઠોડ (૩) પ્રિયંકાબેન પુનાભાઇ રાઠોડ ત્રણે રહે. ભટલાવગામ હળપતિવાસ તા.બારડોલી જી.સુરત નાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500