દીપિકાના યલો ગાઉન ધારણ કરેલા ફોટા થોડા દિવસો પહેલાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દીપિકાએ હવે આ ગાઉન 34 હજાર રૂપિયામાં વેચી દીધો છે. દીપિકાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેણે આ ગાઉનનું 34 હજાર રૂપિયામાં વેચાણ કર્યું છે. આ પૈસા એક ચેરિટીમાં ડોનેટ કરી દેવાશે. દીપિકાએ આ ગાઉન એક ઇવેન્ટમાં પહેર્યો હતો અને તેના 72 કલાક પછી તેણે આ ગાઉન સોશિયલ મીડિયા થકી વેચી દીધો હતો. તેની ટીમે દાવો કર્યો હતો કે, ફક્ત 20 મિનીટમાં જ આ ગાઉન વેંચાઈ ગયો હતો. દીપિકાએ આ ગાઉન સાથે સોલ્ડ આઉટ એવું કેપ્શન ધરાવતી તસવીર પણ શેર કરી હતી. દીપિકા તેનાં વસ્ત્રોનું વેચાણ અવારનવાર કરતી રહે છે. તે આ પૈસા કોઈને કોઈ જાણીતી ચેરિટી સંસ્થાને દાન આપતી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application