Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વમાં દર વર્ષે 9.2 કરોડ ટન ટેકસટાઇલ કચરો પેદા થાય છે, છેલ્લા ૧૫ વર્ષમાં દુનિયામાં કપડાનું ઉત્પાદન ડબલ થયું

  • January 07, 2022 

દુનિયામાં વધતી જતી ફેશન, ઉપભોગતાવાદ અને નીતનવા કપડાની ડિઝાઇનોના કારણે કાપડનો વપરાશ વધતો જાય છે. પહેલાની સરખામણીમાં કપડાનો ઝડપથી નિકાલ કરવામાં આવે છે આથી ટેક્ષટાઇલ કચરો પણ વધતો જાય છે.  યુએનના એક અહેવાલ મુજબ દુનિયામાં કાર્બન ઉત્સર્જનમાં ફેશન ઉધોગનો ૧૦ ટકા ફાળો છે. જે શિપિંગ અને એવિએશન ઉધોગમાં વપરાતી ઉર્જા કરતા પણ વધારે છે. દુનિયામાં દર સેકન્ડે એક ટ્રક કપડાનો કચરો લેન્ડફિલમાં ઠલવાય છે. ચીન અને બાંગ્લાદેશમાં ઉનના કપડાનું ખૂબ ઉત્પાદન થાય છે. જે કપડાનો ઉપયોગ થયો નથી કે વેચાયા વિના નકામા થઇ ગયા છે કે એવા કપડા યૂરોપ, એશિયા અને અમેરિકા થઇને ચિલી દેશમાં આવે છે. આ કપડાને રિસાઇકલ કરીને લેટિન અમેરિકામાં ફરી વેચવામાં આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે ૯.૨ કરોડ ટન ટેકસટાઇલ કચરો પેદા થાય છે. વર્ષ-૨૦૧૯માં આવેલા એક રિપોર્ટ મુજબ છેલ્લા ૧૫ વર્ષમાં દુનિયામાં કપડાનું ઉત્પાદન ડબલ થયું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દુનિયામાં વપરાતા કુલ પાણીનો ૨૦ ટકા વપરાશ ટેક્ષટાઇલ માટે થાય છે. કપડાનો વધતો જતો ઢગલો હવા અને જમીન સ્તરનું પ્રદૂષણ ફેલાવે છે.ચિલીના ઇકિવક પ્રાંતના હોસ્પિસિયોબંદર જુના કપડાની ગાંસડીઓ ઉતરે છે. આ બંદર દુનિયા ભરના વેસ્ટ કપડા માટેનું બજાર બની ગયું છે. વેપારીઓ ૧૮૦૦થી ૨૦૦૦ કિમીનું અંતર કાપીને હોલેસલ કપડા ખરીદવા આવે છે. દુનિયામાં યુએસએ, જર્મની અને બ્રિટન જુના કપડાની નિકાસ કરતા દેશો છે જયારે ઇટલીનો પણ દુનિયાના જંક કપડાની નિકાસ કરતા ૧૦ દેશોમાં સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇટલીમાં દોઢ લાખ ટન જુના કપડા ઉત્પન્ન થયા છે. પાકિસ્તાન, ભારત અને મલેશિયા જુના કપડા ખરીદનારા અગ્રિમ દેશો ગણાય છે. દર વર્ષે ચિલીમાં ૫૯૦૦૦ ટન કપડા આવે છે જેમાંથી ૪૦ હજાર ટન અટાકામાના રણમાં કચરો બની જાય છે. પાટનગર સેન્ટિયાગોમાં કપડાના વેપારીઓ કેટલાક કપડા ખરીદી લે છે જયારે મોટા ભાગના રણ વિસ્તારમાં કચરો સમજીને ફેંકી દેવામાં આવે છે આથી આ સ્થળે દુનિયાનો સૌથી મોટો જુના કપડાનો ઢગલો થયો છે. રેગિસ્તાન વિસ્તારના ગરીબ લોકો આવીને કપડાના વિશાળ ઢગલામાંથી પોતાના માપના કપડા શોધતા રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application