Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓડિશાનાં પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ : ભગવાન જગન્નાથનાં આશીર્વાદ લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે પુરી

  • June 20, 2023 

દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની બીજી તિથીએ ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થાય છે. આજે ઓડિશાનાં પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ થયો છે અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં સવાર થઈને શહેરની યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રામાં પોલીનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચ્યા છે. દર વર્ષેની જેમ અષાઢ માસની શુક્લ પક્ષની બીજી તિથિથી આ યાત્રા શરૂ થાય છે અને અષાઢ શુક્લની દશમી સુધી ચાલુ રહે છે.


આ રથને જોવા અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે દેશ અને દુનિયાના ભક્તો મોટી સંખ્યામાં પુરીમાં આવે છે. આ વખતે પણ હજારો શ્રદ્ધાળુઓ યાત્રાધામ નગરી પુરીમાં ઉમટી પડ્યા છે. આ અંગે સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવહન કમિશનર અમિતાભ ઠાકુરે કહ્યું કે, પુરીમાં સુરક્ષા દળોની 180 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સુગમ ટ્રાફિક વ્યવસ્થાપન માટે શહેરને જુદા-જુદા ઝોન અને વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. બીચ પેટ્રોલિંગ માટે કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને લોકોને શુભેચ્છા પાઠવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 2 જુલાઈ સુધી, ઇન્ટરસેપ્ટર બોટ પારાદીપમાં તૈનાત રહેશે. એક અધિકારીએ જણાવ્યું કે તહેવાર દરમિયાન કુલ 125 વિશેષ ટ્રેનો પુરી આવશે. તેમજ ડ્રોન કેમેરાની મદદથી મોટી સંખ્યામાં CCTV કેમેરા રથયાત્રા દરમિયાન વોચ રાખશે. જગન્નાથ મંદિર પ્રશાસનનાં મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે જણાવ્યું હતું કે, આજે પુરીમાં લગભગ 10 લાખ લોકો આવે તેવી અપેક્ષા છે જ્યારે ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથનાં રથને ગુંડીચા મંદિર તરફ ખેંચવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News