Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર્યકરે વટ અને વચનને ખાતર મુંડન કરાવ્યું

  • December 10, 2022 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો હતો. ત્યારે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે તેમાં ભાજપે ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખાસ બેઠક મળી નહીં પરંતુ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી જૂનાગઢમાં પણ આ યુવાન આજે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.



જૂનાગઢના  સક્રિય કાર્યકર્તા ખીમજીભાઇ રામે મુંડન કરાવ્યું છે ખીમજી રામે ચૂંટણી પહેલા સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહીં મળે અને આપને એક બેઠક મળશે તો પોતે મુંડન કરાવી નાખશે ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું તેમાં આમ આદમી પાર્ટીનો પાંચ બેઠક ઉપર વિજય થયો છે આથી ખીમજીભાઇ રામે સોશિયલ મીડિયા પર કહ્યા મુજબ થયું નહીં. આથી તેણે અંતે પોતે વટ અને વચન માટે ગતરોજ સવારે મુંડન કરાવી નાખ્યું હતું ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પાંચ બેઠક આવતા જૂનાગઢના ભાજપના સક્રિય કાર્યકર્તા ખીમજીભાઇ રામભાઈ મુંડન કરાવ્યું છે થોડા સમય પહેલા પુલવામાની ઘટના વખતે ખીમજીભાઇ રામે બુટ કે ચંપલ ન પહેરવાની માનતા પણ રાખી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News