Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીમાં યોજાયેલ ઓનલાઈન ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ચીમલી પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ

  • March 28, 2021 

ચીખલી તાલુકાના તાલુકા કક્ષાના યોજાયેલા ઓનલાઈન ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ચીમલા પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ આવી હતી.

 

 

 

 

તાલુકા કક્ષાના યોજાયેલ ઓનલાઈન ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ચીમલા પ્રાથમિક શાળા દ્વારા વિભાગ-4માં ઐતિહાસિક વિકાસમાં સાયન્સ ટોય વિથ સાયન્સ કોન્સેપ્ટની કૃતિ રજૂ કરવામાં આવી હતી. જે કૃતિ તાલુકા કક્ષાએ પ્રથમ આવી હતી. શાળાના શિક્ષક કમલભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ બળ વૈજ્ઞાનિક જેન્સી હિતેન્દ્રકુમાર અને એની ધર્મેશકુમાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

 

 

 

 

ચીમલા શાળાની કૃતિ હવે જીલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આ સફળતા માટે શાળાના આચાર્ય રણછોડભાઇ હળપતિ, ગામના સરપંચ કમલેશભાઈ પટેલ તથા એસએમસીના સભ્યોએ બાળ વૈજ્ઞાનિકો અને સ્ટાફને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application