વ્યારા તાલુકાના બોરખડી ગામની મહિલા મંડળ દ્વારા ગણેશજીની ઇક્કીફ્રેન્ડલી પ્રતિમા બનાવી રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહે છે.પર્યાવરણના જતન માટે પ્રતિવર્ષ સરકાર દ્વારા ગણેશજી પ્રતિમા એવી ઇક્કોફ્રેન્ડલી બનાવવાની સુચના આપવામાં આવે છે, અને તનું પાલન થાય તે માટે કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને તાપી જીલ્લાની આદિવાસી મહિલાઓ દ્વારા નારિયેળના રેસાઓ માંથી આકર્ષણ ગણેશજીની પ્રતિમાઓ તેનું વેચાણ કરી પગભર તો થઇ જ સાથે પ્રકૃતિનું જતન પણ કરી રહી છે,
નારીયેળના રેસાઓને સરસ આકાર આપીને તેને ગણેશજીની પ્રતિમાના રૂપમાં ઢાળી રહેલ આ આદિવાસી વિસ્તારની મહિલાઓ વ્યારા તાલુકાના બોરખડી ગામની છે, જેમને વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નેજા હેઠળ તાલીમ મેળવીને ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને ઇક્કીફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાને નારિયેળના રેસા માંથી સર્જન કરી પ્રકૃતિનું જતન સાથે રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહે છે, જેને લોકો બિરદાવી રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500