સુરતથી એક આશ્ચર્ય પમાડે એવી ઘટના સામે આવી છે. શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં એક મહિલા પતિ સામે ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી. પરંતુ,પોલીસે મહિલાની ફરિયાદ ન લેતા મહિલાએ પોલીસ સ્ટેશનની આગળ જ રસ્તા પર બેસીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરતી નથી.
મીડિયા માહિતી મુજબ,સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી મહિલા પતિના ત્રાસથી કંટાળી ફરિયાદ કરવા ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જોકે,ત્યાં મહિલાએ ઘણા સમય સુધી પોતાની ફરિયાદ લેવા માટે રજૂઆત કરી હતી.પરંતુ કોઈ પોલીસ કર્મીએ તેની ફરિયાદ નોંધી નહોતી. આથી મહિલા રોષે ભરાતા પોલીસ સ્ટેશન આગળ જ રસ્તા પર બેસી ગઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો. મહિલાનો આક્ષેપ કે પોલીસવાળા તેના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરતા નથી.
અમે અરજી લીધી છે,કાર્યવાહી કરીશું: પીઆઈ
રિપોર્ટ મુજબ,અગાઉ મહિલા ગોડાદરા વિસ્તારમાં પણ ઘણીવાર અરજી કરી ચૂકી છે. છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી.જ્યારે મંગળવારે મહિલા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આવી હતી. પરંતુ,ઘણો સમય વીતી ગયા છતા પણ કોઈ ફરિયાદ ન લેતા મહિલાએ પોલીસ સ્ટેશનની બહાર રસ્તા પર બેસીને વિરોધ દાખવ્યો હતો. મહિલાને જોઈ સ્થાનિક લોકોનું ટોળું પણ ત્યાં ભેગું થયું હતું.જોકે,મોડી રાત્રે ડીંડોલી પીઆઇ પોલીસ સ્ટેશન આવતા મહિલાને પોલીસ સ્ટેશન બહાર જવા કહ્યું હતુ. ડિંડોલી પીઆઈએ કહ્યું કે, અમે અરજી લીધી છે અને કાર્યવાહી કરીશું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500