નવસારી જિલ્લાની ચીખલી તાલુકાના મામલતદાર કૃષીપંચની કચેરીના મહિલા નકલ કારકુન રૂપિયા ૧,૦૦૦/-ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ છે.
મળતી માહિતી મુજબ એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીનું વડીલોપાર્જીત જમીન આલીપોર ગામ ખાતે આવેલ છે, જે જમીનનાં બ્લોક તથા સર્વે નંબરોની જુના ગણોત નિકાલ કેસોની હુકમની નકલ મેળવવા સારૂ ફરીયાદીએ અરજી આપેલ હતી જે અરજીના હુકમો આપવાનાં અવેજ પેટે ચીખલીની મામલતદાર કૃષીપંચની કચેરીમાં નકલ કારકુન તરીકે કરાર આધારિત ફરજ બજાવતી શેહાના ઇમ્તીયાઝભાઇ મુરાદભાઇ મિર્ઝાએ ફરીયાદી પાસેથી રૂ.૧,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે સોમવારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા શેહાના ઇમ્તીયાઝભાઇ મુરાદભાઇ મિર્ઝા ઓફીસમાં જ રૂા.૧,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાઈ ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500