સોનગઢના ઉકાઈ વિસ્તારમાં પતિ નશાની હાલતમાં લવારો-બકવાસ કરતો હોવાની પત્નીની ફરિયાદના આધારે પોલીસે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોનગઢના ઉકાઈ પોલીસ મથકે શનિવારે મોડીસાંજે આશાબેન સંતોષભાઈ એ તેમના પતિ વિરુદ્ધ કરેલ અરજીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ તપાસ કરતા ઉકાઈના વર્કશોપ માંથી કોઈ દારૂ જેવા કેફી પીણાનો નશો કરેલ હાલતમાં સંતોષભાઈ ગોકુલભાઈ ભૈસાણે ને નશાની હાલતમાં જાહેરમાં લવારો-બકવાસ કરતા અને લથડીયા ખાતો ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે સંતોષ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application