Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દંપતી ટ્રક અડફેટે આવતાં પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત નિપજયું

  • August 09, 2024 

મોરબીના લખધીરપુર રોડ પર પાવર હાઉસ સબ સ્ટેશન નજીકથી શ્રમિક દંપતી પગપાળા ચાલીને કારખાને જતા હતા. ત્યારે ટ્રક ચાલકે પાચળથી પત્નીને ઠોકર મારતા પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માત બાદ પોતાનું વાહન લઈને ટ્રક ટેન્કર ચાલક નાસી ગયો હતો. જયારે માળિયાના દહીંસરા પાસે ટ્રેનની હડફેટે ચડી જતા યુવાનનું મોત થયું હતું. રંગપર ગામે દીવાલ પર પાણી છાંટતી વખતે દીવાલ પરથી નીચે પટકાતા યુવાનનો ભોગ લેવાયો હતો.


જામનગરમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ મોત નિપજાવ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીરપુર રોડ પર ફલોરા સિરામિકમાં રહીને મજુરી કરતા કુન્જીલાલ સંતોષ આહીરવાર અને તેની પત્ની સોનમ આહીરવાર બંને ચાલીને કારખાને કામે જતા હતાં. ત્યારે પાવર હાઉસસબ સ્ટેશન પાસે ટ્રક ટેન્કરના ચાલકે પાછળથી સોનમબેનને ટક્કર મારી હતી. જેથી સોનમબેન પડી જતા ટ્રકનું ટાયર માથા અને છાતીના ભાગે ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ટેન્કર લઈને ચાલક નાસી ગયો હતો. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application