વાલોડના ધામોદલા ગામે એક વિધવા બહેનનું ઘર તુટી પડતાં ભારે નુકશાન પહોચ્યું હતું.આ વિધવા બહેનને મદદરૂપ માટે અમરસેવા ગ્રુપ દ્વારા ઘરમાં રસોઈ માટે સરસામાન આપી માનવતાની મહેક પ્રસરાવી છે.
તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક ગામડાઓમાં નાના કોઝવે પરથી પાણી ફરી વળતા અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે.
જિલ્લામાં પાડી રહેલા ધોધમાર વરસાદના પગલે વાલોડના ધામોદલા ગામમાં ટાંકલી ફળિયામાં રહેતા વિધવા લલીતાબેન બાબુભાઈ ચૌધરીનું ઘર તુટી પડ્યું હતું ધડાકાભેર ઘર તૂડી પડતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાન હાની પહોચી નથી.
વિધવા લલીતાબેન ચૌધરીનું ઘર તુટી પડતાં સેવાભાવી અમરસેવા ગ્રૂપના પ્રિતીબેન રમેશભાઈ પટેલ USA અને સતીષભાઈ રાઠોડ અને લાલુભાઇ ધામોદલા ગામના ઉપસરપંચ અશોકભાઈ ચૌધરી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેલ, ચોખા, મરીમસાલા સહિત એક માસ ચાલી શકે તેવી અનાજની કીટ આપીને માનવતાની મહેક પ્રસરાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500