ભગવાન શ્રીરામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સી.આર.પી.એફ., યુ.પી.એમ.એસ.એફ., પીએવી અને સિવિલ પોલીસ તૈનાત રાખ્યા છે. તેમાં નવી ટેકનોલોજી પણ સમાવિષ્ટ છે. આવનારા તમામ શ્રધ્ધાળુઓનું પુરેપુરું ચેકિંગ કરાશે. તપાસ કર્યા સિવાયની કોઇ પણ વ્યકિત તે વિસ્તારની આસપાસ ફરકવા નહીં દેવાય.
આઈજીએ વધુમાં કહ્યું હતું કે, અમે ઠેર ઠેર ચેકીંગ પોઇન્ટ બનાવ્યા છે. ઉપરાંત CCTV કેમેરા પણ લગાડાયા છે. સત્તાવાર મંજૂરી વિના આ વિસ્તારમાં કોઇ ડ્રોન નહીં આવી શકે. સરયુ નદીના રીવરફ્રન્ટ ઉપર પણ કડક વ્યવસ્થા ગોઠવાઈ છે. પાર્કિંગ પ્લોટમાં પણ CCTV કેમેરા લગાડાયા છે. ભગવાન શ્રીરામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે જણાવ્યું હતું કે, ભાજપના વરિષ્ટ નેતાઓ, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીને વિશેષ આમંત્રણ અપાયા છે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે, કદાચ વધતી વયને લીધે તેઓ ઉપસ્થિત રહી પણ નહીં શકે પરંતુ આમંત્રણ તો પાઠવવું જ જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500