લિંબાયત વિસ્તારની સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાતા ટેન્કર શરૂ કરવામાં આવ્યાં છે.છેલ્લા બે દિવસથી કોઈપણ પ્રકારની આગોતરી જાણ વિના રેગ્યુલર પાણી સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષને થાળે પાડવા ટેન્કર દ્વારા પાણી સપ્લાય આપવાનો ગોકળગાય ગતિએ પ્રયાસ થઈ રહ્ના છે.હાલ કોરોના સંક્રમણ વચ્ચે દિવસે ને દિવસે વધી રહ્નાં છે. તેવામાં પાણી માટે લોકોની જામતી ભીડથી કોરોનાનો સંક્રમણનો ખતરો વધી શકે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.
હજુ ચોમાસાએ વિદાય લીધી જ છે. ભારે વરસાદ બાદ શહેરમાં પૂરની સ્થિતિ થોડા સમય પહેલાં જ સર્જાઈ હતી. ત્યારે લિંબાયત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. પાણીનો સપ્લાય અટકતાં ટેન્કર મારફતે લોકોને પાણી પૂરું પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપ કરતાં કહ્નાં કે, કોઈપણ આગોતરી જાણ કર્યા વગર જ સપ્લાય બંધ કરી દેવાતા પાણીના મુદ્દે લોકોને હાલાકીનો સમાનો કરવો પડી રહ્ના છે.
મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના અનવર નગર અને આંબેડકર નગર વિસ્તારમાં છેલ્લા ૨ દિવસથી કોઈપણ પ્રકારની આગોતરી જાણ વિના રેગ્યુલર પાણી સપ્લાય બંધ છે. જેથી સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષને થાળે પાડવા ટેન્કર દ્વારા પાણી સપ્લાય આપવાનો ગોકળગાય ગતિએ પ્રયાસ થઈ રહ્ના છે.હાલ કોરોના સંક્રમણ વચ્ચે દિવસે ને દિવસે વધી રહ્નાં છે. તેવામાં પાણી માટે લોકોની જામતી ભીડથી કોરોનાનો સંક્રમણનો ખતરો વધી શકે છે. તેવા સમયે કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાલાએ કહ્નાં કે, પાણીની સમસ્યાથી લોકોને ઝડપથી છૂટકારો આપવો એ પાલિકાની જવાબદારી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500