ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા શનિવારે સાંજે ૭ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૩૪ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૫૬ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી સામે ડેમનું રૂલ લેવલ ને મેન્ટેન કરવા માટે ડેમના ૨૨ ગેટ પૈકી ૬ ગેટ ૩ ફૂટ ખોલી ડેમમાંથી ૫૬ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલ નજીક પહોંચી છે,ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.તા.૨૦મી ઓગસ્ટ નારોજ સાંજે ૭ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૩૪ ફૂટે પહોંચી છે.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યદેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા આજે સાંજે ૫ કલાકે પ્રકાશા ડેમના ૧૩ ગેટ ફૂલ ઓપન કરીને ડેમમાંથી ૩૮ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમજ પ્રકાશા ડેમની જળ સપાટી ૧૦૪.૨૦ મીટર નોંધાઇ હતી આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી સાંજે ૬ કલાકે ૨૦૯.૮૬૦ મીટર નોંધાઇ હતી અને ડેમના ૮ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૨૩ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500