સોનગઢના ઇસ્લામપૂર - ઉમરફારૂક મસ્જીદની બાજુમાં રહેતી ૩૩ વર્ષીય મહિલા આસ્માબી હૈદર કાકર, ગતરોજ સોનગઢના ઉકાઇ ખાતે આવેલ કેલ્શ હોટલની બાજુમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરના કિનારે પાળી ઉપર કપડાં ધોતી હતી તે વખતે કપડા ધોવાનો બ્રશ નહેરના પાણીમાં પાડી જતા બ્રશ નહેરના પાણીમાં પકડવા જતાં અચાનક તેનો પગ લપસી જતાં નહેરના પાણીમાં તણાઈ ગઈ હતી, જોકે આજરોજ સવારે વ્યારાના ઉંચામાળા ગામ રામજી ફળિયાની સીમમાંથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠા નહેરના પાણીમાંથી તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવ અંગે સુમૈયા સિકંદર કાકરએ કાકરાપાર પોલીસને જાણ કરતા પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application