Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી અને કડોદરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી સોનગઢમાંથી ઝડપાયો

  • July 31, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારા નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારા નાઓએ નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના આધારે જે અનુસંધાને પો.ઈ. સાહેબશ્રી અને સ્ટાફનાં માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારનાં રોજ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી તથા કડોદરા પોલીસ સ્ટેશન વોન્ટેડ આરોપી વિશાલ છોટુભાઈ સુર્યવંશી (ઉ.વ.23., રહે.પીંપળ ફળિયું, સોનગઢ) જે સોનગઢનાં નેશનલ હાઈવે નંબર-53 ઉપર આવેલ આશીર્વાદ હોટલ પાસે જાહેરમાં હાજર છે.




તેમજ તેણે શરીરે બ્રાઉન કલરની ટી-શર્ટ તથા કાળા કલરની નાઈટ પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર જઈ બાતમીવાળા આરોપીને ઝડપી પાડી તેણે પૂછપરચ હાથ ધરતા તેણે બારડોલી તથા કડોદરા GIDC પોલીસ સ્ટેશનનાં પ્રોહીબિશનનાં ગુનાનાં કામે છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો હોવાની કબુલાત કરી હતી. આમ, પોલીસે ઝડપી પાડેલ આરોપીના વધુ કાર્યવાહી મારી બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા કડોદરા GIDC પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરે હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application