ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં નાસમેદ ગામે તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હતા તસ્કરોએ ચાર દુકાનના તાળા તોડી અંદરથી ગેસના બાટલા અને માલ સામાન કોથળામાં ભર્યો હતો ત્યારે ગ્રામજનોએ તેમને ઝડપીને પોલીસને હવાલે કર્યા હતા પોલીસે બંને તસ્કરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલ તાલુકાનાં નાસમેદ ગામે એક પરિવારમાં લગ્નનો પ્રસંગ હોવાથી રાસ ગરબા ચાલી રહ્યા હતા અને રાત્રે સાડા ત્રણ વાગ્યે રાસ ગરબા પૂરા થતા લોકો પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં ગામના કેટલીક દુકાનોના તાળા તૂટેલા જોતા તેઓ ચોકી ઉઠયા હતા અને તપાસ હાથ ધરતા બે તસ્કરો ચોરી નો માલ સામાન કોથળામાં ભરીને ઉભા હતા અને અન્ય દુકાનને નિશાન બનાવવાની પહેરવી કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ તેમને ઝડપી લીધા હતા. તસ્કરોએ ગામમાં આવેલા પાન પાર્લરને નિશાન બનાવી અંદરથી ગેસનો બાટલો તથા નાસ્તાના પડીકા અને અગરબત્તીની ચોરી કરી કોથળામાં ભરી હતી ત્યારબાદ અન્ય બે દુકાનોના તાળા તોડીને માલસામાન રમે દફે કરી દીધો હતો ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તસ્કરોને ઝડપી તથા પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રોનકભાઈ અશોકભાઈ તથા ચેતનભાઇ ગૌતમભાઈ પાટીદાર બંને રહે અમદાવાદની ધરપકડ કરી હતી એમને તેમની પાસેથી ચોરીનો મુદ્દા માલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application