નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે નદી, નાળાંઓ છલકાયા છે બીજી બાજુ અંતરિયાળ વિસ્તાર ના ગામોને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળતા ઘણા અમુક ગામો સંપર્ક વિહોણા પણ બન્યાં છે. વાવાઝોડાં સાથે ભારે વરસાદને કારણે અમુક ગામોમાં ઘણા દિવસો થી લાઈટો પણ ગુલ થઈ છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જુનારાજ ગામ માં પણ લાઇટો બંધ થતા ગ્રામજનો એ જીવનાં જોખમે ઉખડી પડેલા વીજ પોલ તેમજ તૂટી ગયેલા વાયરો ઉભા કર્યા,ઝાડી ઝાખરાઓ દૂર કરી જાતે જ રીપેરીંગ કર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા જુનારાજ ગામમાં વાવાઝોડાં સાથેના ભારે વરસાદને લીધે મોટા વૃક્ષો, વીજ પોલ અને વીજ વાયરો તૂટી પડ્યા હતાં.છેલ્લાં એકાદ અઠવાડિયા થી ગામમા લાઈટો ન હોવાથી લોકોને ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. ડુંગર અને જંગલ વિસ્તાર હોવાથી લાઈટો વિના રાત્રી દરમિયાન ઝેરી સરી સૃપો અને જંગલી પ્રાણીઓનો ડર પણ લોકો માં ઘૂસ્યો હતો માટે છેલ્લે કંટાળેલા ગ્રામજનોએ જાતે જ વીજળી ની તકલીફ દૂર કરવા બીડું ઝડપી જોખમ ઉઠાવી ઉખડી પડેલા વીજ થાંભલા જાતે ઉભા કર્યા, ઝાડવાને દૂર કરી તૂટી ગયેલા વાયરોનું જાતે જ સમારકામ કર્યું હતું.વરસાદ જેવો બંધ થાય કે તુરંત તેઓ આ કામગીરી ચાલુ કરી દેતા હતાં. ગ્રામજનોના સાહસ અને 2-3 દિવસની મેહનત બાદ તેમની મહેનત સફળ થઈ અને ગામમાં લાઈટો આવી હતી.આ બાબતે જુનારાજ ગામના લોકો જણાવે છે કે,જો અમે વીજ કંપનીને ફરિયાદ કરી હોત તો કર્મચારીઓ વરસાદનું અથવા ખરાબ રસ્તાનું બહાનું કાઢી ગલ્લા તલ્લા કરત અને હજુ પણ અમારા ગામ માં અંધારપટ જ જોવા મળતું માટે અમે જાતે જ અમારી સમસ્યાઓનો ઉકેલ લાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500