ગાંધીનગરમાં આજે આશારામ પર દુષ્કર્મ કેસ મામલે સેશન્સ કોર્ટમાં ચૂકાદો સંભળાવવામાં આવશે. મહિલા પર દુષ્કર્મ કેસ મામલે કેસ નોંધાયો હતો. ચાંદખેડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જે મામલે આજે 3 વાગે સુનાવણી થશે.
આ પહેલા આસારામે પણ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આસારામ સામેના બળાત્કારના કેસને ઝડપી ચલાવવા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની કાર્યવાહી બમણી ઝડપે ચાલી રહી છે. આ ઉપરાંત હાઈકોર્ટે આસારામના કેસની સુનાવણી ઝડપી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
આસારામ પર એક કરતાં વધુ યુવતીઓ પર બળાત્કારનો આરોપ છે. માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 2018માં આસારામને બળાત્કાર અને અન્ય ગુનાઓમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપમાં જેલમાં રહેલા આસારામ બાપુએ કોર્ટ પાસે જામીન પણ અગાઉ માંગ્યા હતા.
અગાઉ જામીન અરજીમાં આસારામે કહ્યું હતું કે, તે છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. તેમની ઉંમર 80 વર્ષથી વધુ છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે.ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. મહિલા પર દુષ્ક કેસને લઈને 2014માં ફરીયાદ નોંધાઈ હતી. જેમાં ગાંધીનગર સેશન આજે આશારામ પર થયેલી ફરીયાદને આધારે ચુકાદો બપોરે 3 કલાકે આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500