તાપી જિલ્લામાં વ્યાજ ખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે.લોકો દ્વારા વ્યાજ સહિત રકમ ચુકતે કરી આપવા છતા વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન કરતા હોય છે.આવી જ એક ઘટના સોનગઢ નગરમાં સામે આવી છે.
સોનગઢના અલીફનગરમાં રહેતા આશીફ ભીખન શાહ ફકીર ભંગારનો ધંધો મજુરી કામ કરી પોતાનું તથા પરિવાર જીવન ગુજરાન ચલાવે છે,રૂપિયાની જરૂરત પડતા અસ્પાક લિયાકત સૈયદ રહે અલીફનગર તા.સોનગઢ નાઓ પાસેથી ૧,૧૦,૦૦૦/- રૂપિયા વ્યાજે લીધા હતા અને આશીફે તેને વ્યાજ પેટે ૧૦% લેખે ૩૦ હજાર રૂપિયા પણ ચૂકવ્યા હતા.
જોકે ત્યારબાદ આ અસ્પાકભાઈ સૈયદ નાએ આશીફને જણાવેલ કે,તારા ઉપર વ્યાજ સાથે કુલ ૨,૦૦,૦૦૦/- રૂપિયા નીકળે છે તે તું મને ૨ વર્ષની અંદર નહીં આપે તો અલીફનગર સોનગઢની અંદર તારું જે ઘર છે તે મારા નામ ઉપર કરી દેજે જેવી વાત બને વચ્ચે થતા નક્કી થયેલ હતું જેથી તારીખ ૨૯/૦૫/૨૦૨૩ ના રોજ બંને વચ્ચે સુરેશભાઈ વકીલની ઓફિસમાં નોટરી કરાવેલ હતી,તેમ છતાં વ્યાજખોર અસ્પાક સૈયદ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આખરે વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઈ આશીફ ભીખન શાહ ફકીર તથા તેના પરિવારજનોએ ગતરોજ સોનગઢ પોલીસ મથકે અસ્પાકઅલી લિયાકતઅલી સૈયદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500