Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં યુનિક મતદાન મથકો મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

  • December 01, 2022 

તાપી જિલ્લામાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે તાપી જિલ્લાના યુનિક મતદાન મથકો નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જેમાં વ્યારાના નગરપાલીકા વિસ્તારનું આદર્શ મતદાન મથકમાં તાપી જિલ્લાની સંસ્કૃતિ અને આદિવાસી વિરાસતને દર્શાવતા ચિત્રો અને તાપી જિલ્લાના કુદરતી સૌન્દર્યના રંગીન ફોટો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદારને આવકારતી રંગોળી, વારલી ચિત્રો, ફુગ્ગા, રીબીન, મંડપ દ્વારા મથકોને તૈયાર કરવામાં આવ્યા છે જે મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જેને નગરજનોમાં ઉત્સુક્તા પુર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. અને તાપી જિલ્લા ચૂંટણી તંત્રની આવી અવનવી પ્રવૃતિઓની સરાહના કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application