Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં હવે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું

  • April 07, 2023 

દેશમાં કોરોનાનાં ફરી રેકોર્ડ કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાનાં કેસોમાં વધારો થતા કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આજે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે. આ સાથે પુડુચેરી સરકારે પણ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં હવે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોરોનાનાં વધતા જતા કેસોને કારણે વહીવટી તંત્રે તાત્કાલિક અસરથી આદેશનો અમલ કર્યો છે.






જિલ્લા કલેક્ટર ઇ વલ્લવને જણાવ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં હાલમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રે તાત્કાલિક અસરથી સાવચેતીનાં પગલાં અમલમાં મુકતા માસ્ક ફરજિયાત કર્યું છે. ઇ વલ્લવને કહ્યું કે, જાહેર સ્થળો, બીચ રોડ, પાર્ક અને થિયેટરમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. આ સિવાય હોસ્પિટલ, હોટેલ, બાર, રેસ્ટોરાં, દારૂની દુકાનો, હોસ્પિટાલિટી અને મનોરંજન ક્ષેત્રો, સરકારી કચેરીઓ અને વ્યાપારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓએ પણ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે.






અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 6050 નવા કેસ નોંધાયા છે. આ પહેલા ગયા વર્ષે 16 સપ્ટેમ્બરે કોરોનાનાં કુલ 6298 કેસ જોવા મળ્યા હતા. તે જ સમયે કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે વધીને 28,303 થઈ ગઈ છે. છેલ્લા ચાર અઠવાડિયાથી દેશમાં વધી રહેલા કોરોના કેસના કારણે 21 રાજ્યોના 72 જિલ્લા રેડ એલર્ટ હેઠળ કરવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન 12થી 100 ટકા સેમ્પલ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application