સુરત કોર્ટ સંકુલના દરવાજે જ ખૂની ખેલનો મામલે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. જેના અનુસાર સુરજ યાદવની હત્યા કરનાર બંને આરોપીઓએ સરેન્ડર કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. માહિતી અનુસાર કરણસિંહ રાજપૂત અને ધીરજ નામના હત્યારાએ સરેન્ડર કર્યું હોવાની વિગતો સૂત્રો દ્વારા સામે આવી રહી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, બંને આરોપીઓ ગઈકાલે કોર્ટની બહાર ચાકુના 20 ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, બંને આરોપીઓ ગઈકાલે કોર્ટની બહાર ચાકુના 20 ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટનામાં કરણ રાજપૂત નામના યુવકે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના ભાઈની હત્યારનો બદલો લીધો હોવાની પોસ્ટ મૂકી છે. જ્યારે ગેંગ વોરને લઈને પહેલા હત્યા અને હવે હત્યાના બદલામાં હત્યા કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.સૂરજ યાદવની હત્યા બાદ બંને આરોપી ભરૂચ તરફ ભાગ્યા હોવાની વાત સામે આવી હતી. જેના પહેલાં સુરતમાં ઉમરા પોલી દ્વારા BOSS-અસ્સી પચપણ ગેંગ દ્વારા હત્યા કરવાની વાત સામે આવતાં આરોપીઓને ડિટેન કરી લીધા હતા. જે પછી હત્યાની તપાસમાં પોલીસ દ્વારા કામગીરી આગળ વધારવામાં આવી છે.
સુરત કોર્ટથી થોડા જ અંતરે હત્યાની ઘટના
સુરત કોર્ટથી થોડા જ અંતરે એક હત્યાની ઘટના સામે આવી છે. સુરજ યાદવ નામનો શખ્સ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં તારીખ ભરવા માટે કોર્ટમાં આવ્યો હતો. ત્યાર બાદ તે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ સૂરજ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં સૂરજને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.
હત્યારાઓએ 15થી 17 ચપ્પુના ઘા સુરજને ઝીંક્યા હોવાના કારણે તેનું મોત થયું છે. સૂરજના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, આ ઘટનાને લઈને ઉમરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની વિઝીટ કરી સમગ્ર મામલે અજાણ્યા હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં હત્યારાને પકડવા માટે નાકાબંધી પણ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500