બારડોલીના માણેકપોર પાસે નેશનલ હાઇવે માર્ગ પર ટ્રક ચાલકે એકાએક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટીમારી હતી, આ બનાવ ટ્રક ચાલક સહિત ટ્રકમાં સવાર કુલ ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ બારડોલીના માણેકપોર ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર આજરોજ બપોરના અરસામાં પુરપાટ ઝડપે દોડતી એક ટ્રક નંબર જીજે/૧૯/એક્સ/૯૨૩૫ ના ચાલકે એકએક ટ્રકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી ગઈ હતી, અકસ્માત સર્જાતા આસપાસના ખેતરમાં કામ કરતા લોકો તેમજ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો ઘટના સ્થળે દોડી આવી ટ્રકમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક અયુબભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી જયારે ટ્રકમાં સવાર અન્ય ત્રણ લોકો અફઝલ,તૌસીફ અને કામરાનને સામાન્ય ઈજાઓ પહોચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application