Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં સુગર ફેકટરી પાસે ટ્રક 50 ફૂટ જેટલા ઊંડા ખાડામાં ખાબકી

  • August 11, 2023 

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં નવી પારડી ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ સુગર ફેકટરી પાસે ટ્રક ખાડામાં ખાબકી હતી. જયારે નવી પારડી નજીક નેશનલ હાઈવે પર લક્ઝરી બસનાં ચાલકે ટ્રકને ટક્કર મારતાં ટ્રક 50 ફૂટ જેટલા ઊંડા ખાડામાં જઈ ખાબકી હતી. ટ્રકને ટક્કર મારતાં અકસ્માતનાં પગલે લક્ઝરી બસ ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતનાં પગલે ખાડામાં ખાબકેલી ટ્રકમાં સવાર ચાલક અને કલીનરનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટ્રકમાં ભરેલી માટીની ગુણો વેર વિખેર હાલતમાં આવી ગઈ હતી. જોકે ખાડામાં ખાબકેલી ટ્રકને ક્રેન મારફતે બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application