તાપી જિલ્લાનાં વ્યારા, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ સહિતના તાલુકાઓમાં જંગલ વિસ્તારમાં રહેતા અને જંગલ જમીન પર ભોગવટો કરી ખેતી કરતા લોકોએ વન અધિકાર અધિનયમ કાયદો-૨૦૦૬ મુજબ કાયમી ધોરણે જમીન કબ્જાનો હક મળે તે માટે દવા અરજીઓ કરી હતી. જોકે દાવા અરજીઓ મંજુર કરવા નક્કી કરેલી સહિતનું ઘરકામ છોડીને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો વાહનોમાં વ્યારા ભેગા થયા હતા અને વ્યારા જનક સ્મારક ખાતેથી રેલી યોજી તાપી જિલ્લા સેવા સદન ખાતે ભેગા થયા હતા. જ્યાં આગેવાનોએ વન અધિકાર સહીત વિવિધ પ્રશ્નો બાબતે સંબોધન કર્યા બાદ કલેક્ટર ડો.વિપિન ગર્ગને આવેદન પત્ર આપી તાત્કાલિક ધોરણે દાવા અરજીઓ મંજુર કરવાની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application