રાજસ્થાનના માનગઢમાં બીજેપી વડાપ્રધાનની સભાથી ગુજરાતના આદિવાસી મતદારો પર પ્રભાવ પાડી શકે છે. આદિવાસી બેઠકો કબજે કરવાની રણનીતિ બીજેપીએ આ વખતે અપનાવી છે. રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બાંસવાડા જિલ્લામાં આદિવાસીઓ માટેના મુખ્ય તીર્થસ્થાન માનગઢ ધામ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજસ્થાનના માનગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી મતદારોની અસરગ્રસ્ત બેઠકો કબજે કરવાની રણનીતિ અપનાવી હોય તેમ અંદાજ લગાવી શકાય છે. રાજસ્થાનના માનગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી મતદારોની અસરગ્રસ્ત બેઠકો કબજે કરવાની રણનીતિ અપનાવી હોય તેમ અંદાજ લગાવી શકાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ત્રણ રાજ્યોની 99 આદિવાસી બેઠકોને જાહેર સભાઓ દ્વારા સંબોધિત કરશે.
આદિવાસી મતદારો ધરાવતી રાજસ્થાન વિધાનસભાની 25 બેઠકો છે જ્યારે ગુજરાત વિધાનસભાની 27 બેઠકો છે આ ઉપરાંત મધ્યપ્રદેશ વિધાનસભાની 47 બેઠકો છે. આમ આ અનામત એસટી બેઠકો પર વિશેષ પ્રભાવ પડી શકે છે. આવનાર દિવસોમાં આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણી છે. જેથી આ એક માસ્ટર સ્ટ્રોક પણ કહી શકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500