કોરોના મહામારીને કારણે બંધ પડેલી ભારત અને બાગ્લાદેશ વચ્ચેની મૈત્રી ટ્રેન લગભગ બે વર્ષ પછી ફરીથી શરૂ થઇ છે. જોકે બંને દેશો વચ્ચેની બંધન એક્સપ્રેસ (કોલકાતા-ખુલના-કોલકાતા) અને મૈત્રી એક્સપ્રેસ (કોલકાતા-ઢાકા-કોલકાતા) આજે શરૂ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશથી ભારત આવનારા મોટા ભાગના યાત્રી મુખ્ય સ્વરૂપે પ્રવાસ, સારવાર અને ખરીદી માટે આવે છે.
જોકે, પ્રથમ દિવસે યાત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહી હતી. બંધન એક્સપ્રેસમાં પ્રથમ દિવસે ફક્ત 19 યાત્રી હતાં, જ્યારે મૈત્રી એક્સપ્રેસમાં લગભગ 100 યાત્રી સવાર હતાં. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રેલ સેવા ફરીથી સેવા કરવાનો એક માત્ર ઉદ્દેશ યાત્રીઓ સુવિધાઓને સમયોજિત કરવાનો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટ્રેન મિતાલી એક્સપિરેસ એક જૂનથી શરૂ થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500