Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બસ ખીણમાં ખાબકતા શાળાના બાળકો સહિત 20થી વધુ લોકોના દર્દનાક મોત

  • July 04, 2022 

હિમાચલ પ્રદેશમાં સવાર સવારમાં ગોઝારો અકસ્માત થયો છે. સૈંજ ઘાટીમાં એક ખાનગી બસ ખીણમાં ખાબકી જેમાં શાળાના બાળકો સહિત 20 જેટલા લોકોના મોત થયા છે. બસમાં 45 જેટલા મુસાફરો સવાર હતા. 


મળતી માહિતી મુજબ સૈંજ ખીણના શેંશરથી સૈંજ તરફ આ બસ જઈ રહી હતી. તે દરમિયાન જંગલા નામની જગ્યાએ કેંચી મોડ પર આ બસ બેકાબૂ બની અને સીધી ખીણમાં જઈને ખાબકી. દુર્ઘટનાગ્રસ્ત બનેલી આ બસમાં સ્થાનિકો ઉપરાંત શાળાના બાળકો પણ સવાર હતા જે શાળાએ જઈ રહ્યા હતા.


બસ ખીણમાં ખાબકતા શાળાના બાળકો સહિત 20થી વધુ લોકોના દર્દનાક મોત થયા છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો કાઢવામાં આવ્યા છે અને હજુ પણ અનેક લોકો દટાયેલા છે.એસપી કુલ્લુ ગુરુદેવ શર્માએ જણાવ્યું કે બસના દુર્ઘટનાગ્રસ્ત થવાની જાણકારી મળી છે અને પોલીસ ટીમને ઘટનાસ્થળે રવાના કરી દેવાઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application