રાજ્યમાં વરસી રહેલાં સાર્વત્રિક વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ ૯૬ ટકા વરસાદ નોંધાયો છે,જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૫૦ ટકા જેટલો વરસાદવરસ્યો છે. તદુપરાંત દક્ષિણ ગુજરાતઝોનમાં ૧૦૬.૪૬ ટકા,સૌરાષ્ટ્રઝોનમાં ૮૭.૯૪ ટકા,પૂર્વગુજરાતમાં ૭૮.૯૪ ટકા અને ઉત્તરગુજરાતમાં ૯૫.૧૭ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ૭ ઇંચ વરસાદ વરસ્યો છે જયારે પાલનપુરમાં ૧૩૧ મિ.મી., જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં ૧૧૫ મિ.મી., વાડિયામાં ૧૦૫ મિ.મી., વંથલીમાં ૧૦૩ મિ.મી., મળી કુલ૬ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદવરસ્યોછે.
આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના માણાવદર અને ડીસા તાલુકામાં ૯૩ મિ.મી. સુઈગામમાં ૯૨ મિ.મી., જેતપુરમાં ૯૧ મિ.મી., ધોરાજીમાં ૮૬ મિ.મી., ઉમરપાડામાં ૭૮ મિ.મી., લખપતમાં ૭૭ મિ.મી., અને વલસાડમાં ૭૫ મિ.મી.મળી કુલ ૮ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૭૧ મિ.મી., અમીરગઢમાં ૬૭ મિ.મી., સિદ્ધપુર૬૬ મિ.મી., ભેસાણ અને ખેરગામમાં ૬૩ મિ.મી., વિસાવદરમાં ૬૨ મિ.મી., રાપરમાં ૬૧ મિ.મી., કુતિયાણામાં ૬૦ મિ.મી., અબડાસણામાં ૫૬ મિ.મી., પલસાણામાં ૫૬ મિ.મી.,પોશીનામાં ૫૩ મિ.મી., સરસ્વતીમાં ૫૦ મિ.મી.,મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય કુલ ૬૧ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલછે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500