Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં નવો વાયરસનો ખતરો વધ્યો, જેમાં JN1નું સંક્રમણ સાત રાજ્યોમાં ફેલાયું છે

  • December 27, 2023 

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે અને ખાસ કરીને તેના નવા સબ વેરિઅન્ટ JN.1નો ખતરો સતત વધી રહ્યો છે. JN.1નું સંક્રમણ દેશના સાત રાજ્યોમાં ફેલાયું છે અને સંક્રમિત લોકોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે નવા વરિયન્ટના કેસની સંખ્યા 109 થઈ ગઈ છે જેમાં સૌથી વધુ ગુજરાતમાં નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસના સબ વેરિયન્ટ JN.1થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને ગતરોજ સબ વેરિયન્ટના વધુ ચાલીસ કેસો નોંધાતા હતા, આ સાથે જ સમગ્ર દેશમાં નવા વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે, જેમાં ગુજરાતમાંથી 36, કર્ણાટકમાંથી 34, ગોવામાંથી 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાન અને તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 કેસ મળી આવ્યા હતા. મોટાભાગનાં દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, સબ વેરિયન્ટની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તેમણે રાજ્યોને પરીક્ષણ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application