આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બંને બેઠકો પર તેમજ મધ્યપ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે.
ત્યારે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અમરેલી ખાતે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલા આ ચૂંટણીમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે મોટા નેતાઓ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્યપ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં મતદાન મથક તરીકે નિયુક્ત કરાયેલી અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં પોતાનો મત આપશે. અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ કુમાર બડગુજરે જણાવ્યું હતું કે, તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને બૂથ પર સુરક્ષા દળો તૈનાત છે. ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે મોટા નેતાઓ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્યપ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે.
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાન અંગે જોડાયેલી ચિંતાને નકામી ગણાવતા જણાવ્યું હતું કે નાખવામાં આવેલા મતોની તુલના કરવી તે મતદાન વિશ્લેષણની યોગ્ય પદ્ધતિ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે વાસ્તવમાં પ્રથમ બે તબક્કામાં નાખવામાં આવેલા મતોની સંખ્યામાં 0.4 ટકાનો વધારો થયો છે. ઘોષે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વખતે થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ બે તબક્કામાં ઘટેલા મતદાન અંગે ચાલતી ચર્ચા બિનજરુરી છે. વાસ્તવમાં નાખવામાં આવેલા મતોની કુલ સંખ્યાને માપવાની યોગ્ય પદ્ધતિ મતદારોની કુલ સંખ્યા છે.
આમ અગાઉની ચૂંટણીના વોટરોની તુલનાએ આ વખતે વોટરોની વધેલી સંખ્યાની ટકાવારીના સંદર્ભમાં મતદાન કેટલું થયું તે જોવું જોઈએ. ચૂંટણીપંચ બાકીના કારણોમાં મતદાનની ટકાવારી વધારવામાં લાગેલું છે. 16માં નાણા પંચના સભ્ય ઘોષે જણાવ્યું હતું કે, 2019ની તુલનામાં 3.1 ટકા ઓછું મતદાન છે. તેમણે જણાવ્યું કે ચૂંટણીના પછીના તબક્કામાં મતદાન વધી શકે છે. તેમા જે આકાર એટલે કે સ્થિર દર પછી ઝડપી વૃદ્ધિ જોવાશે. અહેવાલ મુજબ 2019માં થયેલા મતદાનમાં સાતેય તબક્કામાં ઘટાડો જોવા મળ્યો હતો. તે શરુઆતમાં 69.4 ટકા હતુ, અંતે 61.4 ટકા પર બંધ આવ્યુ હતુ. આ વખતે સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી શકે છે. પ્રથમ બે તબક્કામાં મતદાન થતાં બાકીના તબક્કાના મતદાનમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500