Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઇક ચોરી કરી ભંગારમાં સ્પેરપાર્ટ વેચી દેતો ગઠિયો ઝડપાયો

  • November 19, 2022 

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે દિવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટીની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી નજીકથી ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો,જે બાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપાયેલ ઈસમ સંદીપકુમાર બાબુભાઇ પ્રજાપતિ રહે,કૃષ્ણનગર અંકલેશ્વર નાઓની સઘન પૂછપરછ કરતા તેના ઘર નજીક થી ચોરીમાં ગયેલ અન્ય બે એક્ટિવા પણ પોલીસે કબ્જે કરી હતી,જે બાદ ઝડપાયેલ ઈસમ સંદીપ સામે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.




અંકલેશ્વરમાંથી ઝડપાયેલો ભેજાબાજ ઈસમ પ્રથમ અંકલેશ્વરના સોસાયટી વિસ્તારોમાં ફરીને રેકી કરતો હતો જે બાદ તે બાઇક તથા મોટરસાયકલની ચોરી કરી લઇ જઇ તેની નંબર પ્લેટ કાઢી નાંખી બાઇકના સ્પેર પાર્ટ છુટા કરી ને ભંગાર માં વેચી દેતો હતો જોકે તેના સાતીર ગુનાહિત દિમાગ નો આંખરે અંત આવ્યો છે,અને તેને જેલ ના સળિયા ગણવાનો વારો આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application