ગોપીતળાવ ખાતે ભરાતા રવિવારી બજારમાં ખરીદી કરવા ગયેલ સિક્રોની કથક એકેડમીના મહિલા સંચાલકની માતાની પર્સને પીકપોકેટર બ્લેડ મારી રોકડા ૨૫ હજાર અને ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથેનું નાનુ પર્સ ચોરી કરી ભીડનો લાભ ઉઠાવી નાસી ગયો હતો.
પાલ લેક ગાર્ડન પાસે સ્વસ્તિક વિલા એપાર્ટમેન્ટમાં રહેતા રેશ્મા નટવરલાલ નાગર પાર્લે પોઈન્ટ ઉન્નતી સ્કુલ પાસે સિક્રોની કથક એકેડમી ના નામથી ડાન્સ કલાસ ચલાવે છે. રેશમાબેન રવિવારે તેના માતા કુસુમબેન સાથે ગોપીતળાવ પાસે ભરાતા રવિવારી બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા, માતા-પુત્રી ખરીદી કરી બહાર નિકળતી વખતે પીકપોકેટરે ભીડનો લાભ ઉઠાવી તેની માતા કુસુમબેનના પર્સને બ્લેડ મારી અંદર મુકેલ નાના પર્સ ચોરી નાસી ગયો હતો.
જેમાં રોકડા ૨૫ હજાર, ઍટીએમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ,ડ્રાઈવીંગ લાયસન્સ, ક્રેડીટ કાર્ડ, પાસવર્ડ લખેલ ડાયરી, છોકરાના સ્કુલ આઈકાર્ડ સહિતના ઓરીજનલ ડોક્યુમેન્ટ હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસે રેશ્માબેનની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500