Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુણસદા ગામે લોખંડનાં સળીયાની ચોરી, ઉકાઈ પોલીસે તપાસ હાથ ધરી

  • August 29, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનનાં ગુણસદા ગામમાં બંધાતા શોપીંગ સેન્ટર આગળ મુકેલ લોખંડનાં સળીયાની ચોરી થતાં અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ નવાગામનાં જમાદાર ફળિયામાં રહેતા ધનંજયભાઈ કિશનભાઈ પવાર નાંઓનું તારીખ 24/08/2023નાં રોજ ગુણસદા ગામની સીમમાં આવેલ વાંકડિયા પુલ નજીક બંધાતા શોપીંગ સેન્ટરનાં બાંધકામની સાઈટ ચાલતી હોય જ્યાં આગળ મુકેલ લોખંડની કુલ 20 નંગ પ્લેટો જેની કિંમત રૂપિયા 12,000/-ની કોઈક રીતે અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ધનંજયભાઈ પવાર નાએ ઉકાઈ પોલીસ મથકે તારીખ 26/08/2023નાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application