Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara :પાનવાડીના સ્માર્ટ હોમ સોસાયટીના મકાનમાંથી સોના ચાંદી ઘરેણાની ચોરી

  • August 02, 2022 

વ્યારામાં પાનવાડી વિસ્તારમાં આવેલ સ્માર્ટ હોમ સોસાયટીના મકાનમાંથી સોના ચાંદી ઘરેણાની ચોરી થઇ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે.




મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના પાનવાડી વિસ્તારમાં આવેલ સ્માર્ટ હોમ સોસાયટીમાં ઘર નંબર-૧૮માં રહેતા ફરીયાદી પ્રિયંકઅજીતભાઇ ચૌધરીના મકાનમાંથી તા.૩૦/૦૭/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ ના દરમ્યાન હરકોઇ વખતે કોઇ અજાણ્યા ચોર ઇસમે કોઇ સાધન વડે ફરીયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઉપરના માળે રૂમમાં મુકેલ કબાટ તોડી લોકરમાં મુકેલ(૦૧) સોનાની વી.ટી નંગ ૦૪ કિ.રૂ-૧૨,૦૦૦/-(૦૨) ચાંદીની વી.ટી નંગ ૦૧કિ.રૂ-૨,૦૦૦/-(૦૩) ચાંદીનુ બ્રેસલેટ કિ.રૂ-૩,૦૦૦/-(૦૪) સોનાની બુટ્ટી જોડી નંગ૦૩ કિ.રૂ- ૯,૦૦૦/- (૦૫) ચાંદીના સાંકળાજોડી નંગ ૦૨ કિ.રૂ-૬,૦૦૦/-(૦૬) સોનાનુ ગણપતિજીની ડિઝાઇનવાળુ પેન્ડલ નંગ ૦૧ કિ.રૂ-૪,૦૦૦/-(૦૭) સોનાની બુટ્ટી જોડી નંગ ૦૧કિ.રૂ-૨,૦૦૦/-(૦૮) સોનાની ચેઇન કિ.રૂ-૧૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા-૪૮,૦૦૦/-ના દાગીના ચોરી કરી નાસી જઇ ગયો હતો. બનાવ અંગે પ્રિયંકઅજીતભાઇ ચૌધરીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application