સોનગઢના વેલઝર ગામના ચંડી ફળીયામાં રહેતા અને ખેતીનું કામ કરતા રંગજીભાઈ મોતિયાભાઈ ગામીતના ઘરમાં તા.૧૧મી જાન્યુઆરી ૨૦૨૪ નારોજ કોઈ ચોર ઇસમે ઘરમાં પ્રવેશ કરી કબાટમાં બે પતરાના ડબ્બામાં બચત માટે ભેગા કરેલ અંદાજીત રૂપિયા ૪૦ હજાર કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી નાસી છુટ્યો હતો. આ ચોરીની ઘટનામાં સોનગઢ પોલીસને સફળતા મળી છે.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ગણતરીના કલાકોમાં વેલઝર ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો, ગામના જ ચંડી ફળીયામાં રહેતો (ઉ.વ.૫૩) જયેશભાઈ છગનભાઈ ગામીતને ઝડપી પાડવામાં છે, સાથે જ તેની પાસેથી બે ડબ્બા તથા રોકડ રૂપિયા ૯,૩૦૦/- રીકવર કરવામાં આવ્યા હતા. હાલ સોનગઢ પોલીસે આ આરોપીની અટકાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ વેલઝર ગામે થયેલી ચોરીભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500