Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તહેવારોની સીઝનમાં આ આતંકી દેશના અલગ-અલગ ભાગમાં બ્લાસ્ટ કરવાના પ્લાનિંગમાં હતા, 6 આતંકીઓની ધરપકડ

  • September 15, 2021 

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસને આતંક વિરુદ્ધ અભિયાનમાં એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી કુલ 6 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓના આઈએસઆઈ અને અન્ડરવર્લ્ડ મોડ્યૂલ સાથે જોડાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

 

 

 

 

આધારભૂત સુત્રો અનુસાર પાકિસ્તાન પ્રાયોજિત ટેરર મોડ્યૂલના બે આતંકીઓની ટ્રેનિંગ પાડોશી દેશમાં થઈ છે. આ આતંકીઓની પાસે મોટી માત્રામાં ગોળા-બારૂદ અને હથિયાર જપ્ત થયા છે. પાકિસ્તાનના આતંકીઓના નામ ઓસામા અને જિશાન જાણવા મળી રહ્યાં છે. શરૂઆતી જાણકારી સામે આવી છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ત્યાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ હતું. 

 

 

 

 

દિલ્હી પોલીસનું કહેવું છે કે ઝડપાયેલા આતંકી દેશમાં આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. આ આતંકી વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યાં હતા અને સાથે ટાર્ગેટ કિલિંગ દ્વારા મોટા લોકોને નિશાન બનાવી શકતા હતા. પોલીસે જણાવ્યું કે આતંકીઓની પાસેથી આઈઈડી અને આરડીએક્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમાંથી બે આતંકીઓના સંપર્ક અન્ડરવર્લ્ડ સાથે હતા.

 

 

 

Delhi Police Special Cell has busted a Pak-organised terror module, arrested 6 people including two terrorists who received training in Pakistan pic.twitter.com/ShadqybnKU

— ANI (@ANI) September 14, 2021

 

 

 

 

 

દિલ્હી પોલીસે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે મંગળવારે સવારે એક સાથે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ એક શંકાસ્પદ સમીરને મહારાષ્ટ્રથી જ્યારે બે આતંકીઓની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મસ્કટના રસ્તે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા ગયા હતા ત્યારબાદ ભારતમાં સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યાં હતા. 

 

 

 

 

પોલીસે જણાવ્યું કે તહેવારોની સીઝનમાં આ આતંકી દેશના અલગ-અલગ ભાગમાં IED બ્લાસ્ટ કરવાના પ્લાનિંગમાં હતા. પોલીસે જણાવ્યું કે દશેરા અને નવરાત્રી દરમિયાન દેશમાં ધમાકો કરી શકતા હતા સાથે તેણે પાકિસ્તાનથી ટ્રેનિંગ લીધી હતી. પોલીસ પ્રમાણે આતંકીઓ બે ગ્રુપ બનાવી ઓપરેટ કરી રહ્યાં હતા અને તેનું એક જૂથ ફન્ડિંગ માટે કામ કરી રહ્યું હતું. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application