Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવેલ આતંકવાદી A++ કેટેગરીમાં આવતો હતો

  • May 09, 2024 

સુરક્ષા દળો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલા લશ્કર-એ-તૈયબાનાટોચનાકમાન્ડર અને કાશ્મીરના આતંકી સંગઠ્ઠનટીઆરએફના પ્રમુખ બાસિતઅહમત ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ડારના નેતૃત્વમાં  ટીઆરએફ એ છેલ્લા પાંચ વર્ષમાં ડઝનથી વધુ લોકોની હત્યા કરી હતી. 18 કેસમાં તેની શોધ ચાલી રહી હતી અને તેની પર 10 લાખનું ઈનામ હતું. તેને આતંકીઓનીA++ કેટેગરીમાંમુકવામાં આવ્યો હતો.


મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સસમયાંતરે આતંકવાદી સંગઠ્ઠનો અને આતંકવાદીઓનાલિસ્ટનેઅપડેટકરતુ રહે છે. તેમાં અનેક શ્રેણીઓ પણ હોય છે. A++ કેટેગરીમાં એ આતંકીઓ હોય છે જેનાથી દેશ અને જનતાને મોટો ખતરો હોઈ શકે છે. તેને પકડવા માટે માહિતી આપનારા માટે ઈનામ પણ નક્કી હોય ઠે. સોમવારે કાશ્મીરના કુલગામમાં આવો જ એક આતંકવાદી બાસીતહમદ ડાર માર્યો ગયો હતો. ડારેકાશમીરીપંડિતો સહિત કેટલાય પ્રવાસીઓનાડાર્ગેટકિલીંગને અંજામ આપ્યો હતો.


કાસ્મીરમાં કેટલાય આતંકીઓA++ શ્રેણીમાંરખાયા છે. જેમાં હિજબુલમુજાહિદીન, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહંમદ અને અંસારગજવાત ઉલ-હિન્દના કેટલાય આતંકીઓ સામેલ છે, જેમંના પર પાછલા વર્ષોમાં દેશમાં બોમ્બ વિસ્ફોટ અથવા દંગાભડકાવવાના કાવતરાનો હિસ્સો હોવા જેવા આપ  લાગ્યા હતા. હિજબુલમુજાહિદિનનોવોન્ટેડ આતંકી જાવેદઅહમદમટ્ટુ પણ આ કેટેગરીનો હતો, જે વર્ષની શરૂઆતમાં પકડાઈ ગયો હતો.


આવા આતંકીઓ પર યુએપીએ અથવા પીએસએ અંતર્ગત ગુનો દાખલ થાય છે. હોમ મિનિસ્ટ્રીનીવેબસાઈટ પર અલગથી કોઈ શ્રેણીનો ઉલ્લેખ નથી, પરંતુ આ આતંકીઓના નામ જરૂર છે જેમની પર યુએપીએ લાગ્યો છે. ખાલીસ્તાની આતંકવાદી ગુરપતવંતપન્નૂનું નામ પણ લિસ્ટમાં છે. ઉપરાતં કેટલાય કાશ્મીરી અલગાવવાદીઓ પણ છે, જે ઘાટીમાં અસ્થિરતા ફેલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application