Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ટાઈગર-3નું ટીઝર તારીખ 27 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે

  • September 25, 2023 

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ટાઈગર-3ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગભગ 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ તારીખ 10 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મના ટીઝરની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને હવે રાહ જોવાનો સમય પૂર્ણ થઈ ગયો છે કેમ કે તાજેતરની જાણકારી અનુસાર તારીખ 27 સપ્ટેમ્બરે ટાઈગર-3નો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવશે. મેકર્સે ટીઝર વીડિયોને 'ટાઈગર કા મેસેજ' નામ આપ્યુ છે. આ વર્ષે દિવાળી પર રિલીઝ થનારી સલમાન ખાનની ફિલ્મના કેટલાક પોસ્ટર અત્યાર સુધી રિલીઝ કરવામાં આવી ચૂક્યા છે.



પરંતુ હવે ટીઝર વીડિયો દ્વારા પહેલી વખત ટાઈગર-3ની ઝલક દર્શકોને મળશે. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી એકવાર ફરીથી દર્શકોને મનોરંજન કરાવશે. પહેલા પોસ્ટરની સાથે જ મેકર્સે એ સ્પષ્ટ કરી દીધુ હતુ કે, ફિલ્મ ટાઈગર-3ની કહાની શાહરૂખ ખાનની ફિલ્મ જવાન, ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોર અને સલમાન ખાનની પહેલી ફિલ્મ એક થા ટાઈગર સાથે જોડાયેલી હશે. જો તમારે ટાઈગર-3ની કહાની સમજવી હોય તો શ્રેષ્ઠ એ રહેશે કે તમે આ ત્રણેય ફિલ્મોને જોયા બાદ જ ટાઈગર-3 થિયેટરમાં જોવા જાવ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application