તાપી જિલ્લાની ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસિસની વ્યારા 108ની ટીમમાં ફરજ બજાવતા ઈમરજન્સી મેડિકલ ટેકનિશ્યન અરવિંદભાઈ બારૈયા અને પાઈલોટ કમલેશભાઈ ચૌધરીએ એક ઈમરજન્સી કેસ દરમિયાન અચાનક બેભાન થઈ ઢળી પડેલા વ્યારા તાલુકાનાં કાળા વ્યારા ગામનાં 70 વર્ષના વૃદ્ધ મધુભાઈ ચૌધરીને બચાવી સેવાનું ઉમદા કાર્ય કર્યુ હતું. જેની નોંધ લઈ હૈદરાબાદ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં વ્યારા 108ની ટીમનાં બંને કર્મચારીને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના ચેરમેનના હસ્તે શ્રે જીવન રક્ષક સેવાનો નેશનલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. એવોર્ડ વિજેતા કર્મચારીઓને શુભેચ્છા પાઠવી દક્ષિણ ગુજરાત ઈમરજન્સી મેનેજમેન્ટ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application