દેવગઢબારિયા નજીક આવેલ એક ગામમાંથી એક પીડિત મહિલાએ ફોન કરીને ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા મહિલા ટીમ પીડિત મહિલાએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ પીડીત મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ નશાની હાલતમાં મારકુટ કરતો હતો જયારે આવું વર્તન પતિ લગ્ન જીવન શરૂ થયો ત્યારથી જ કરે છે. પીડિત મહિલાના માતાનું અવસાન થયેલ હતું અને તેઓના પપ્પા એકલા જ હતા. જોકે પીડીત મહિલાના બે બાળકો હતા.
પીડીત મહિલાનો પતિ કામ ધંધો કરતા ન હતા અને ઘરમાં કાંઈ સામાન પણ ન હતો અને હંમેશા નશાની હાલતમાં જ રહેતા હતો તેમજ પીડિત મહિલા વારંવાર ઝઘડો કરી અને પીડીતાને વરસાદી વાતાવરણમાં મારપીટ કરી અને ઘરમાંથી કાઢી મુકેલ હતી જેથી સ્થળ ઉપર પહોચેલ ૧૮૧ મહિલા ટીમે પીડિત મહિલાના પતિને સમજાવ્યા કે તમે પીડીતા જોડે લગ્ન સંબંધમાં જોડાયા છો તો તેની જોડે સારી રીતે વ્યવહાર કરો આવો દુષ્ટ વ્યવહાર ના કરો તે તમારી પત્ની છે બીજું કોઈ નથી અને તમારી પત્ની અને તમારા બાળકો તમારી જવાબદારી છે. તમારા પરિવાર અને તમારા બાળકોની જરૂરિયાત પૂરી કરવી તમારી ફરજ છે આવું સમજાવી અને બાંહેધરી લખાવી સમાધાન કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application