Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દ્વારકામાં ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનશે,ગુજરાત સરકાર બનાવશે કોરિડોર

  • December 24, 2022 

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા જઈ રહી છે. જે દ્વારકા શહેરમાં દેવભૂમિ દ્વારકા કોરિડોરના ભાગરૂપે બનાવવામાં આવશે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટી જાહેરાત કરી છે.


મળતી વિગતો અનુસાર દેવભૂમિ દ્વારકા કોરિડોર'ના ભાગરૂપે દ્વારકા શહેરમાં ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવશે. તેના પ્રથમ તબક્કાનું કામ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે. ગઈકાલે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી.


ત્યારે ગુજરાતના સરકાર તરફથી આ જાહેરાત કરાઈ હતી.દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવા ઉપરાંત દ્વારકાધીશ મંદિર માટે પ્રખ્યાત શહેરમાં 3D ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન અને શ્રીમદ ભગવદ્ ગીતા અનુભવ ક્ષેત્ર પણ બનશે. ભાજપ સરકારે આ પ્રદેશને પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બનાવવા માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર વિકસાવવાનો નિર્ણય કર્યો છે.


આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજનઆ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમે એક વ્યુઈંગ ગેલેરી બનાવવાનું પણ આયોજન કરાઈ રહ્યું છે. જ્યાંથી લોકો પ્રાચીન દ્વારકા શહેરના અવશેષો પણ જોઈ શકશે. આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજન કર્યા બાદ પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application