Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી ખાતે વી કેર કોલેજ ઓફ નર્સિંગનાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ સાંસદનાં અધ્યક્ષસ્થાને યોજાયો

  • April 18, 2023 

માંડવી હાઈસ્કૂલનાં ઑડિટોરિયમ હોલ ખાતે શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી કેર કોલેજ ઓફ નર્સિંગ-માંડવીમાં બી.એસ.સી. નર્સિંગ અને GNM (જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી) કોર્સમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો શપથવિધિ સમારોહ (લેમ્પ લાઈટનિંગ સેરેમની) સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ ઈ.ચા.પ્રિન્સિપાલ આશિષકુમાર ચૌધરી અને સ્ટાફને અભિનંદન સહ કોલેજના પ્રથમ બેચના તાલીમાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. નર્સિંગ કોર્સ સો ટકા રોજગારી આપતો કોર્સ છે એમ જણાવી દર્દીનારાયણની સેવા માટે હરહંમેશ તત્પર રહી સમાજને આરોગ્યમય બનાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, ગંગાસ્વરૂપ બહેનો માટે રાશન કીટ જેવા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application