Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ઘલુડી ખાતે શપથ ગ્રહણ અને પરેડનો કાર્યક્રમ યોજાયો

  • May 14, 2021 

સુરત જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ઘલુડી ખાતે હથિયારી લોકરક્ષકનો  શપથ ગ્રહણ પરેડ સમારોહ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની અધ્યક્ષતામાં યોજાયો જેમાં ૧૫૦ તાલીમાર્થી માંથી ૭૦ મહિલા અન ૮૦ પુરૂષોએ ભાગ લીધો હતો.

 

 

 

 

સુરત જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ઘલુડી ખાતે ચાલતી લોકરક્ષક તાલીમ શાળામાં ગત તા.21/09/2020 થી શરૂ થયેલ હથીયાર ધારી પોલીસની તાલીમ પરિપૂર્ણ થતા પોલીસ હેડ ક્વાર્ટર ઘલુડી ખાતે શપથ ગ્રહણ અને પરેડનો કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ અશ્વ સવાર પાયલોટિંગ કરતા મહેમાન એસ.પી ઉષા રાડા ઓને મંચ તરફ લઈને આવ્યા હતા જેમાં પરેડ ની શરૂઆત પરેડ કમાન્ડર સંધ્યા કુમારી ચૌધરીએ ખુબ સરસ રીતે પરેડ કરાવી સલામી આપી હતી પોલીસ બેન્ડના તાલે સૌ કોઈએ પરેડ કરી સલામી આપી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઉષા રાણાએ જણાવ્યું હતું કે પોલીસમાં પ્રથમ વખત જ્યારે ભરતી થયા અને ત્યારે જે ઉમંગ અને ઉત્સાહ આનંદ હતો તેઓ જ ઉત્સાહ અને આનંદ તમારી નોકરી દરમિયાન કાયમ રાખજો ફરજ દરમિયાન અને આપત્તિઓ આવશે પણ આનંદ અને ઉત્સાહથી તેને પાર કરજો હાલમાં કોરોનાની મહામારી માં જે રીતે સંઘર્ષ કરીને તમારી ફિટનેસ જાળવી રાખી છે તેવી જ રીતે તમારી તંદુરસ્તી છેલ્લે સુધી જાળવી રાખજો..

 

 

 

 

આ પરેડ દરમિયાન યુનિક ફ્લેગ લઈને મંચ પાસેથી પસાર થયા ત્યારે રાષ્ટ્રીય સેલ્યુટ તમામ યુનિફોર્મ પહેરેલ કર્મચારીઓ એ આપી હતી ત્યાર બાદ રાષ્ટ્રધ્વજ કરેક પલાતુનની સામેથી પસાર થઇ હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ નવા તાલીમ પામેલા તમામને શપથ ગ્રહણ કરાવ્યા હતા આ કાર્યક્રમમાં DYSP હેડક્વાર્ટર મુકેશ ચૌધરી, DYSP સુરત વિભાગ સી એમ. જાડેજા, LCB PI બી. કે. ખાચર, SOG PI કે. જે. ઘદૂક, RSI હેડક્વાર્ટર વાય. એલ. જાડેજા સહિતના અનેક અધિકારીઓ હાજર રહયા હતા અને તાલીમ પૂર્ણ કરી શપથ લઇ રહેલા ૭૦ મહિલા અને ૮૦ પુરૂષો મળી કુલ ૧૫૦ જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application